માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન


SHARE











મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન

ગુજરાતનાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય આજે પણ મોરબીમાં હતા અને તેમણે મોરબી જીલ્લામાં ગામ તળ માં 100 વરિયા પ્લોટ માટે હેરાન થતાં પરિવારોને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેની સાથે માલીકીની જમીનને લાગતા પ્રશ્નો, અધિકારીનોના હુકમ પછી પણ વર્ષો સુધી ઘર વિહોણા લોકોને પ્લોટ ન આપવા સહિતના સવાલો કર્યા હતા અને મોરબીમાં કલેક્ટર તંત્ર ખાડે ગયેલ છે તેવો આક્ષેપ કર્યો હતો અને હાલમાં કરેલ રજૂઆતમાં કેટલું કામ કર્યું તેની ઉઘરાણી કરવા માટે તે એક પખવાડિયા પછી મોરબી આવશે અને જો કામ નહીં થયું હોય તો તે અહી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર ગુજરાતમાં બનેલ ગોજારી ઘટનાઓના પીડિતોની હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો મુલાકાત કરી રહ્યા છે તેવામાં આજે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો મોરબીના સર્કિટ હાઉસે બેઠા હતા ત્યારે મોરબી તાલુકામાંથી જુદાજુદા ગામના અરજદારો તેમની પાસે આવ્યા હતા અને તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે બાદ અરજદારોને સાથે રાખીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.

ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગરીબોને ગામતળમાં 100 વરિયા પ્લોટ આપવામાં આવતા નથીસાથણીની જામીનમાં કૌભાંડકબ્જા વળી જામીનને લીઝમાં આપી દેવી અને જીલ્લામાં કામ કરતાં આઉટ શોર્સના કર્મચારીઓનું શોષણ થાય છે તો શ્રમ અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સહિતના પ્રશ્નોનો તેમણે કલેક્ટર સમક્ષ ઢગલો કર્યો હતો અને કલેકટર કચેરી બહાર બે વર્ષથી પ્લોટ માટે આંદોલન કરનારા અરજદારોને કેમાં પ્લોટ આપવામાં આવતા નથી ?

આટલું જ નહીં મકનસર ગામના લોકોએ સાત મહિનાથી પ્લોટ માટે અરજી કરી છે તો તેનો નિકાલ કેમ કરતાં નથી ? ચાંચપર, કાલિકનગર, ટંકારાના નેસડા સુરજી સહિતના જમીન અને પ્લોટને લગતા પ્રશ્નો અધિકારી સામે મૂકીને તંત્ર વાહકોની કામગીરી સામે અણીદાર સવાલો કર્યા હતા અને જો આ લોકોને પ્રશ્નોનો એક પખવાડિયામાં ઉકેલ નહીં આવે તો જીગ્નેશ મેવાણી પાછા મોરબી આવશે અને અરજદારોની સાથે તે પણ આ ચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News