મોરબીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્ય કક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી
મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ
SHARE









મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ
મોરબીના હાર્દસમાં છાત્રાલય રોડ ઉપર નવા બસસ્ટેન્ડ પાછળના ભાગમાંનો વિસ્તાર કે જ્યાં ચોવીસે કલાક વાહનો નો આવરો જાવરો રહેતો હોય સ્કૂલ,કોલેજે જતા બાળકો આવતા જતા હોય ત્યાં સુપરમાર્કેટની બાજુમાં અને બરોબર નવા બસ્ટેન્ડની પાછળ મેઈન રોડ પર ઘણી વખત ફરિયાદ કરવા છતાં ત્યાંની સોસાયટીના રહીશો દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. તેમજ ત્યાં આજુબાજુના શોપિંગના દુકાનદારો અને ખાણીપીણીવાળાને ત્યાં અને તે એરિયામાં આવતા સફાઈકર્મીઓ દ્વારા મોટા કોથળા અને કચરાડોલ દ્વારા રોડ ઉપર કચરાના ઢગલા કરવામાં આવે છે.ત્યાં કચરો નકરવા આજુબાજુના દુકાનવાળાઓએ અને રહીશો દ્વારા ના પાડવા છતાં અને ત્યાં ટ્રેકટર કે મ્યુનિસિપાલટીની કચરાની ગાડી આવતી હોવા છતાં પણ સફાઈકર્મીઓ મેઈન રોડ ઉપર જ શેરીઓમાંથી એકત્રીત કરેલો કચરો ઠાલવે છે..! આ માટે મોરબીનું તંત્ર જ કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ સોશિયલ મીડિયા થકી પ્રજાજનોએ કરેલ છે.અત્યારે રોગચાળો વકરી રહ્યો છે તેમજ ડેન્ગ્યુ સહીતના રોગના કેશ વધ્યા છે ત્યારે તહેવાર ઉપર સફાઇ રહે અને રોગચાળો વધુ ન વકરે તે માટે કાંઈક રસ્તો કરવાની માંગ ત્યાંના વેપારીઓ અને સોસાયટીવાસીઓ કરી રહ્યા છે.
