મોરબીના જાંબુડીયા પાસે બંધ ટ્રક પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત
SHARE









મોરબીના જાંબુડીયા પાસે બંધ ટ્રક પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ નજીક મોડી રાત્રીના બંધ ટ્રકની પાછળ બાઇક અથડાવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી મોરબીના પાનેલી ગામના યુવકનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામના ઓવરબ્રીજની પાસે નંદ પેટ્રોલ પંપ નજીક રવિવારની વહેલી સવારે બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મોરબી તાલુકાના પાનેલી ગામનો સંજય ભગવાનભાઇ ઉકેડીયા નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનેથી પરત મોડી રાત્રે ઘરે પાનેલી ગામ તરફ જતો હતો ત્યારે નંદ પેટ્રોલ પંપ પાસે વાંકાનેર હાઇવે ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ તેનું બાઇક અથડાયું હતુ જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી સંજય ભગવાનભાઈ ઉકેડીયા નામના પરણિત ૨૫ વર્ષીય પાનેલી ગામના રહેવાસી યુવાનનું મોત નિપજયું છે. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સ્ટાફે મૃતકના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબીના સંજય સવજીભાઈ સોલંકી નામના ૨૫ વર્ષીય દેવીપૂજક યુવાનને મોરબીના ગાંધીચોક પાસે આવેલ મેલડી માઁ ના મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતો નાનજીભાઈ ખીમજીભાઈ ડાભી નામનો ૪૮ વર્ષીય યુવાન ઘરેથી બાઇક લઇને વાડી તરફ જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા નાનજીભાઈ ડાભીને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
બાળક ઇજાગ્રસ્ત
મોરબીના સામાકાંઠા માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતો હર્ષ જગદીશભાઇ અંબાલીયા નામનો ૧૩ વર્ષનો બાળક મોરબીની વી.સી.હાઈસ્કૂલ પાસે રીક્ષામાંથી ઉતરતો હતો ત્યારે કોઈ બાઇક ચાલકે તેને હડફેટે લેતા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં હર્ષ અંબાલીયાને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે.
