મોરબીના જાંબુડીયા પાસે બંધ ટ્રક પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત
મોરબીને દિવાળી પૂર્વે ધૂળ તથા ઢોરથી મુકત કરાશે..? : મોરબીવાસીઓ
SHARE









મોરબીને દિવાળી પૂર્વે ધૂળ તથા ઢોરથી મુકત કરાશે..? : મોરબીવાસીઓ
મોરબી શહેરને દિવાળી પહેલા ધુળ અને ઢોરથી મુકત કરાવવામાં આવશે કે નહીં..? તેવો સવાલ વિપક્ષ વગરની અને વિકાસને વરેલી ભાજપ સરકારને મોરબીવાસીઓ પુછી રહ્યા છે.શહેરમાં ચોમેર ગંદકી તેમજ રોડ સાઇડમાં ધુળના ઢગલા તેમજ મુખ્યમાર્ગોની ઉપર રજડતા ઢોરને લઇને લોકો દાઢમાંથી બોલી રહ્યા છેકે ભાજપ હોય કે કોંગ્રેસ આપણી હાલત તો ઠેરની ઠેર જ રહે છે અને દિવાળી પણ શું ગંદકીના ગંજની વચ્ચે જ ઉજવવી પડશે..?
મોરબી શહેર તેમજ જીલ્લાની છેલ્લા ઘણા સમયથી અવદશા થયેલ છે. તેમાંથી તેને બહાર કાઢવા યોગ્ય પગલા લેવામાં આવે તેવી નાગરીકો માંગ કરી રહ્યા છે. હાલમાં મોરબી શહેરમાં ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. ફેફસા અને શ્વાસના દર્દોમાં પણ વઘારો થયેલ છે.મુખ્ય રસ્તાઓ ઉપરના દુકાનદારોની હાલત કફોડી બની ગઇ છે તે ઉપરાંત મોરબી શહેરમાં ઢોર પણ મુખ્ય રોડ પર અડીંગો જમાવીને બેસે છે. જેના કારણે ઘણી વાર ટ્રાફિકજામ અને અકસ્માતો પણ થાય છે.ખુંટીયા યુધ્ધમાં નિદોઁષ લોકો ભોગ બની રહયા છે.પરંતુ તંત્ર દ્વારા આ તમામ બાબતોએ ફક્ત વાતો જ કરવામાં આવે છે પણ કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી તે હકીકત છે.સમગ્ર મોરબી શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.સરકારી કાર્યક્રમો વખતે ફોટા પડાવવા હાથમાં સાવરણા લઇને ઉભા રહી જતા અધીકારીઓ-પદાધીકારીઓ એસી ઓફિસોમાંથી નિકળીને પગપાળા નગરભ્રમણ કરે તો ગામની શું હાલત છે તેનો વાસ્તવીક ચીત્તાર મળી જશે.ગંદકીના કારણે ડેન્ગ્યુ સહીત મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યું અને ફ્લુના દર્દીઓથી હોસ્પીટલો ઉભરાઇ છે.આવી પરિસ્થિતિમાં ગંદકીને કારણે રોગચાળો વધારે ફેલાવાની શક્યતાઓ રહેલી છે. આ પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા યોગ્ય પગલા લેવા જરૂરી છે.પાલિકાના સ્ટાફ દ્વારા મુખ્યમાર્ગો ઉપરથી ધૂળ ઉપડવામાં આવતી જ નથી માત્ર મોટોમોટો કચરો લેવાતો હોય રસ્તાઓની ઉપર સતત ધૂળ જોવા મળે છે.
તેવી રીતે જ લાખોના ઢોર પકડવાના બીલ પાસ થવા છતા પણ હકીકત એ છેકે શહેરના મુખ્યમાર્ગો ઉપર સતત રઝડતા ઢોર અડીંહો જમાવીને બેઠા હોય છે થોડા સમય પહેલા પાલીકાએ ઢોર માલીકોને પાઠવેલ દંડની નોટીસનું પણ સુરસુરીયુ થઇ ગયુ હોય તેવો ઘાટ શહેરના પ્રવેશ દ્રાર સમાન ભકિતનગર સર્કલથી લઇને ત્રાજપર ચોકડી કે જેને વિકાસપથનું નામ આપવામાં આવ્યુ છે ત્યાં જોવા મળે છે સતત મુખ્યમાર્ગો ઉપર રજડતા ઢોરથી લોકો પરેસાન છે અને તસ્વીરમાં મુખ્ય માગોઁ ઉપર અડીંગો જમાવીને તેમજ મુખ્ય માગોઁ ઉપરના ઉકરડાઓમા ખોરાક શોધી રહેલ ગૌધન નઝરે પડે છે.
