મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અંતિમ પગલું ભરીને લેનાર યુવાનનું મોત
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મચ્છુ- ૨ ડેમની લીધી મુલાકાત
SHARE









કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મચ્છુ- ૨ ડેમની લીધી મુલાકાત
મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં જોધપર ગામે પાસે આવેલ મચ્છુ- ૨ ડેમની મુલાકાત લીધી હતી અને ડેમનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ મચ્છુ- ૨ ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે. જેથી કરીને મંત્રીએ તે કામનું પણ નિરીક્ષણ કર્યું હતું. અને સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી. આ તકે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન-૩ ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા, મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી સહિત હાજર રહ્યા હતા.
