હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગ્રામ પંચાયત કક્ષાએ પાણી પુરવઠાની સૌથી મોટી યોજના મોરબીના રવાપર ગામે લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


SHARE

















ગુજરાતમાં ગ્રામ પંચાયત કક્ષાએ પાણી પુરવઠાની સૌથી મોટી યોજના મોરબીના રવાપર ગામે લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી ખાતે ૩૬.૭૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત મચ્છુ- ૨ ડેમ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવેલ છે તેનું આજે જળ સંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્યો, માજી સાંસદ સહિતના હાજર રહ્યા હતા.

મોરબીના રવાપર ગામની પાણીની સમસ્યાને ઉલેકવા માટે લોકાર્પણ કરવામાં આવેલ યોજાન વિષે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના ઇતિહાસમાં આ સૌથી વધુ ક્ષમતા વાળી પાણી પુરવઠા યોજના છે જે રવાપર ગ્રામ પંચાયતને મળી છે. આ યોજના થકી અંદાજિત ૯૦ હજાર જેટલી વસ્તીને પીવાનું પાણી મળી રહેશે. મોરબી જિલ્લામાં ૧૬૦ કરોડના ખર્ચે વિવિધ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાઓ બની રહી છે. આ યોજનાઓ થકી મોરબી જિલ્લાના તમામ ગામોમાં વ્યક્તિદીઠ ૧૦૦ લિટર તેમજ શહેરી વિસ્તારમાં ૧૪૦ લિટર પાણી મળતું થશે.

તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણી સહિત મોરબી જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ગુજરાતમાંથી આવી અદકેરી પાણી પુરવઠા યોજના મોરબી જિલ્લામાં આપવા બદલ મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આયોજનબદ્ધ રીતે પાણી વિતરણ થાય તેમજ પાણીનો યોગ્ય અને વિવેક પૂર્વક ઉપયોગ થાય તે માટેની ટકોર કરી હતી.

મોરબી પાણી પુરવઠા વિભાગ દ્વારા ૩૩,૭૭,૧૩૮૭૭.૪  કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૮ એમએલડી ક્ષમતા સાથેના ફિલ્ટર પ્લાન્ટ ધરાવતી આ યોજના મચ્છુ - ૨ ડેમ આધારિત છે. આ યોજનામાં ફિલ્ટર પ્લાન્ટ હેડ વર્કર્સ ખાતે ૨૮ એમએલડી ફિલ્ટર પ્લાન્ટ, ૧૨૦ લાખ લીટરની ક્ષમતાનો ક્લિયર વોટર પંપ, ૪૦ લાખ લિટર ક્ષમતાની ૧૨ મીટર ઊંચી ટાંકી અને સેક્શન ટાઈપના પંપ સાથેનો પંપિંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવ્યા છે. આ યોજના થકી રવાપર ગામ અને આસપાસની સોસાયટીઓ અને વિસ્તારમાં ૯૦ હજાર જેટલી વસતીને ૩૦ વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે.

આ લોકાર્પણ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ઈનચાર્જ કલેક્ટર અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન-૩ ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય પરસોતમ ભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ચેમ્બર્સ ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News