મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર તેજસ્વિતા અભિવાદન માટે માર્કશીટ પહોંચાડવા અપીલ
મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અંતિમ પગલું ભરીને લેનાર યુવાનનું મોત
SHARE









મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અંતિમ પગલું ભરીને લેનાર યુવાનનું મોત
મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ પેપર મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ યુપીના મજુર પરિવારનો યુવાન તેના લેબર કવાટરમાં અંતિમ પગલું ભરી ગયો હતો.જેથી તેનું મોત નિપજયુ હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલમાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરવરગઢ તા.માણેકપુર જી.ચિત્રકૂટ ઉત્તરપ્રદેશના રહેવાસી ધીરજભાઇ અચ્છેલાલ કોલ જાતે આદિવાસી નામના ૩૧ વર્ષના યુવાને તા.૩ ના રોજ તેના લેબર કવાટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બાદમાં બનાવ સંદર્ભે મૃતકના પિતા અચ્છેલાલ કોલ (૫૪) હાલ રહે.એડીકોન પેપર મીલ લેબર કવાટર માટેલ રોડ તા.વાંકાનેક જી.મોરબી મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ આ બાબતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતકનો કામ ધંધો બરોબર ચાલતો ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી હોવાથી મનોમન લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું.જેથી તેનું મોત થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવી ટીંબડી ગામે રહેતા જયાબેન રામજીભાઈ મુછડીયા નામના 68 વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેના સામે આવ્યું હતું કે ટીંબડી ગામના પાટીયા પાસેથી તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેમને ઈજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝની પાછળના ભાગે રહેતા રાણાભાઇ મેઘાભાઇ ભરવાડ નામના ૪૨ વર્ષના યુવાનને મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
