મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

 માટીના આડમાં દારૂની હેરાફેરી: હળવદ-માળીયા હાઇવે ઉપર માટી ભરેલા ટ્રકમાંથી ૩૨૪ બોટલો દારૂ- ૫૦૪ બીયરના ટીન ઝડપાયા: એકની ધરપકડ


SHARE











 માટીના આડમાં દારૂની હેરાફેરી: હળવદ-માળીયા હાઇવે ઉપર માટી ભરેલા ટ્રકમાંથી ૩૨૪ બોટલો દારૂ- ૫૦૪ બીયરના ટીન ઝડપાયા: એકની ધરપકડ

માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ટ્રકમાં માટીની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવી હતું જેથી પોલીસે માટીમાં છુપાવીને લઈ આવવામાં આવેલ દારૂની ૩૨૪ બોટલો જેની કિંમત ૧,૩૦,૨૦૦ તેમજ બીયરના ૫૦૪ ટીન જેની કિંમત ૫૦,૪૦૦ અને બે વાહન મળીને કુલ ૧૨,૮૫,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીની એલસીબીની ટીમે ધરપકડ કરી છે. અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઇ ફુગશીયા, ભાવેશભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક ટ્રક નં. આરજે ૨૭ જીસી ૬૯૭૭ માં માટીની આડમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે માટી ભરેલ ટ્રક ટ્રેઇલર મળી આવ્યું હતું જેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

હાલમાં એલસીબીની ટીમે આરોપી મેહુલભાઇ ઉર્ફે મેરો કાળુભાઇ કંઝારીયા (૨૩) રહે. મોરબી દરવાજા પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને સ્થળ ઉપરથી દારૂની ૩૨૪ બોટલો જેની કિંમત ૧,૩૦,૨૦૦ તેમજ બીયરના ૫૦૪ ટીન જેની કિંમત ૫૦,૪૦૦ અને ટ્રક નં. આરજે ૨૭ જીસી ૬૯૭૭, અલ્ટો નં. જીજે ૧ આરસી ૭૮૩૨ આ વાહનો મળીને કુલ ૧૨,૮૫,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો છે. અને પકડાયેલ આરોપી ઉપરાંત ટ્રક ટ્રેઇલરનો ચાલક, બ્લેક કલરની એક્સયુવી ગાડીનો ચાલક પંકજભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદ અને અલ્ટો ગાડીના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News