મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા


SHARE













મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા

મૂળ પંચાસરના રહેવાસી અને હાલમાં મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બોદ્ધનગરમાં દીકરાની સાથે રહેતા કલાભાઈ સીદાભાઈ મકવાણા (80) ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં બેસી ગયા હોવાની શકયતા છે જેથી કરીને ઘરના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અને તા. 9/7 ના રોજ વહેલી સવારે નીકળી ગયેલા વૃદ્ધનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતી જેથી તેના દીકરા સહિતના પરિવારજનો તેને શોધી રહ્યા હતા તેવામાં તે સોમનાથ નજીક આવેલ સુત્રાપાડા પાસેથી મળી આવેલ છે . વધુમાં તેના દીકરા પાસેથી મળે માહિતી મુજબ તેના પિતા સુત્રાપાડા નજીક હોવાનો ફોન આવેલ હતો જેથી કરીને તેઓને ત્યાં જઈને લઈ આવેલ છે.




Latest News