મોરબી જીલ્લામાં લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે: મુકુલ વાસનિક
SHARE







મોરબી જીલ્લામાં લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે: મુકુલ વાસનિક
મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી દિવસેને દિવસે કથડી રહી છે તેને લઈને સરકારમાં રજૂઆત કરવાનો ઠરાવ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો તેમજ આગમી સમયમાં જીલ્લામાં કોઈપણ જગ્યાએ નબળી કામગીરી કે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું ધ્યાને આવશે તો કોંગ્રેસ પૂરી તાકાત સાથે આંદોલન કરશે. તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પક્ષને મહબૂત બનાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તેવામાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા આજે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યા હતા તે ઉપરાંત વિપક્ષના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર, મોરબી જિલ્લા પંચાયતના વિપ્ક્ષ્ન નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઇ પનારા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ખાસ કરીને આ બેઠકમાં મોરબીની કથડી ગયેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, પાલિકામાં અગાઉ ભાજપે કરેલ ભ્રષ્ટાચાર સહિતના છ ઠરાવ કરવામાં આવ્યા હતા. ઝૂલતાપૂલ દુર્ઘટના સહિતના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. અને અંતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં જુદાજુદા જે કોઈપણ પ્રશ્નો છે તેમાંથી જરૂર પડે સરકારમાં પત્ર લખીશું, સાંસદ અને વિધાનસભામાં મુદા ઉઠાવીશું અને જરૂર પડશે ત્યારે રોડ ઉપર ઉતારીને આંદોલન પણ કરવામાં આવશે અને તો મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, જીલ્લામાં હવે નબળી કામગીરી કે ભ્રષ્ટાચાર ધ્યાને આવશે તો કોંગ્રેસ પૂરી તાકાત સાથે આંદોલન કરશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
