મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સની 13,200 ની રોકડ સાથે ધરપકડ


SHARE









ટંકારાના હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સની 13,200 ની રોકડ સાથે ધરપકડ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્લોટ વિસ્તારમાં શાળાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 13,200 ની રોકડ કબજે કરી હતી. અને જુગારધારા હેઠળ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્લોટ વિસ્તારમાં શાળાની બાજુમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રાહુલભાઈ દલપતભાઈ ચાવડા (32) અને નાથાભાઈ હમીરભાઇ ચાવડા (35) રહે. બંને હડમતીયા તેમજ લખમણભાઇ અમુભાઈ જાદવ (35) રહે. સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 13,200 ની રોકડ કબજે કરી હતી. અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટીમાં રહેતા ભીખાભાઈ દાનાભાઈ ભંખોડિયા નામના 70 વર્ષના વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે બૌધ્ધનગર પાસે વાહન અકસ્માતમાં ઈજા થતાં 108 વડે સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમના પુત્ર તુલસીભાઈ તેમને સારવારમાં લાવ્યા હોય બનાવની જાણ થવાથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.




Latest News