મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાનને બીમારી સબબ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યાંથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ દિલીપભાઈ સોલંકી (40) નામના યુવાનને બીમારી સબબ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે ત્યાં યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

દવા પી જતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ માંડણભાઈ પરમાર નામનો 19 વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કોઈ દવા પી ગયો હતો. જેથી તેને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.




Latest News