ટંકારાના હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સની 13,200 ની રોકડ સાથે ધરપકડ
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પીછો કરીને યુવતીને થાપા ઉપર થપાટ મારીને છેડતી: બે શખ્સો સામે ફરિયાદ
SHARE
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પીછો કરીને યુવતીને થાપા ઉપર થપાટ મારીને છેડતી: બે શખ્સો સામે ફરિયાદ
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી યુવતી પોતાની વાડીએથી ભેંસો લઈને કેનાલ રોડ ઉપર થઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી. ત્યારે કેનાલમાં ન્હાતા બે શખ્સો દ્વારા તાલી પાડવામાં આવી હતી. જોકે યુવતીએ તેને ધ્યાન આપેલ ન હતું. અને ત્યારબાદ આ બંને શખ્સો બાઇક લઈને યુવતીને પાછળ આવ્યા હતા અને યુવતીને થાપાના ભાગ ઉપર થપાટ મારીને છેડતી કરી હતી. જેથી ભોગ બનેલ યુવતી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી યુવતી પોતાની વાડીએથી ભેંસો લઈને કેનાલ કાંઠે થઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે કેનાલમાં બે શખ્સો ન્હાતા હતા અને તેણે યુવતીને જોઈને તાલી પાડી હતી. જોકે યુવતીએ તેની સામે ધ્યાન આપેલ ન હતું. અને યુવતી પોતાના ઘર તરફ ચાલવા લાગી હતી. ત્યારે આ બંને શખ્સોએ મોટરસાયકલથી તે યુવતીની પાછળ આવ્યા હતા અને બે શખ્સ પૈકીના રામજીભાઈ વેલાભાઈ કુણપરા નામના શખ્સે તે યુવતીને પાછળ થાપાના ભાગે થપાટ મારીને છેડતી કરી હતી. જેથી ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ વેલાભાઈ કુણપરા સહિતના બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 75, 78 અને 54 મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.