મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘે ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ સામેના વિરોધને વખોડી કાઢ્યો: આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી મહાસંઘે ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ સામેના વિરોધને વખોડી કાઢ્યો: આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ આવકારે છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ ભગવદ ગીતાનો તબક્કા વાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચકોટિના જીવન મૂલ્યો શીખી શકશે. ઇતિહાસ તથા સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે.

શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. શ્રીમદ્ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત-સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામા આવ્યા નથી. શ્રીમદ્ ભગવદ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરુપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે.

મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષોએ શ્રીમદ્ ભગવદ ગીતામાંથી સદ્જીવન માટે પ્રેરણા લીધી છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ્ ભગવદ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનુ પ્રતિક છે. જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં પણ શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોકોનો આધાર લઇ સત્ય સ્થાપના તથા સત્યાગ્રહનો આગ્રહ રાખી અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે.

અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ ગીતાના પાઠ સમાવિષ્ઠ કરવા માટે રાજ્ય સરકારને વિશેષમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શ્રીમદ્ ભગવદ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ. એવો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત અનુરોધ કરે છે.હાલમાં મોરબીના કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આરએસએસની ભગિની સંસ્થાઓ શૈક્ષિક મહાસંઘ, સંસ્કૃત ભારતી તેમજ  સ્કૂલ મેનેજમેન્ટ કમિટિના સભ્યો શિક્ષિતજનો, સુજ્ઞ નાગરિકો અને શિક્ષકો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા.






Latest News