મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી

મોરબીમાં કિન્નરોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને કિનારો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોરબી બહારના કિન્નર સમાજના માથાભારે ઈસમો સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીમાં કિન્નર સમાજ દ્વારા હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગર, ગોંડલ, રાજકોટ, પડધરી સહિતના સ્થળોએ રહેતા ૧૧ જેટલા કિન્નર સમાજના ઇસમો તેઓને હેરાન પરેશાન કરે છે અને સામાવાળાઓ પણ કિન્નર સમાજના છે. જે ખોટી રીતે હેરાન કરીને ધમકી આપે છે. જેથી ગોધરા, મોરબી અને ચોટીલાના કિન્નર સમાજના અરજદારોએ સામાવાળાઓની સામે અગાઉ પણ રાજકોટમાં ગુનો દાખલ થયેલ છે ત્યારે તેઓની સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં માહિતી આપતા અરજદારોએ જણાવ્યુ હતું કે, તેઓને ટેલીફોનીક ધમકી આપવામાં આવે છે અને “તમે ગોધરા કે અન્ય કોઈપણ સ્થળે ગુજરાત કે ગુજરાત બહાર સંમેલનમાં ભેગા થશો તો તમારા ઉપર હિંસક હુમલો કરાવીશું” અમારા સમાજમાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી ચુસ્ત સનાનત ધર્મ નિભાવીએ છીએ. છતાં સામાવાળાઓ ખોટી રીતે અપમાનજનક શબ્દો બોલે છે અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. અને કિન્નર સમાજ છોડીને જતા રહો નહીં તો મારી નાખવાની ધમકી આપે છે.




Latest News