હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે ઝેરી દવા પી યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE













વાંકાનેરમાં ઘરે ઝેરી દવા પી યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

વાંકાનેરના ભરવાડપરામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના ભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા જાતે ભરવાડ (35)એ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું. જે બનાવની મૃતક યુવાનના ભાઈ અશોકભાઈ દેવાભાઈ ગમારા રહે. ભરવાડપરા વાકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ડુંગરભાઇ હડિયાળ (66) નામના વૃદ્ધ મોરબીની નાની બજારમાં બુઢા બાવાવાળી શેરી પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં તેઓને ઈજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં બુધાભાઈ દલાભાઈ ચાવડા (60) નામના વૃદ્ધ કોઈ કારણોસર ઘાસમાં નાખવાની દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે.






Latest News