માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ


SHARE









મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ

દેશભરમાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે જો કે, તેની જાણકારી સામન્ય લોકો પાસે નથી જેથી કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોને નવા કાયદાની જાણકારી આપવા માટે કોલેજથી લઈને ગ્રામસભા સુધી સેમીનાર કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

ભારત સરકારે નવા કાયદા બનાવેલ છે. તેનો અમલપણ શરૂ થઇ ગયો છે ત્યારે કાયદામાં સુધારા આવકાર દાયક છે. પરંતુ આ કાયદા વિષે હજુ જાણવા પ્રમાણે વકિલોને પણ સમજાતુ નથી. તેવી ચર્ચા થઇ રહી છે. તો પ્રજાને કાયદાની સમજ ન હોય તે સમજી શકાય તેમ છે જેથી કરીને જે કાયદો પ્રજા માટે અમલમાં આવેલ છે. તે કાયદાના ફાયદા અને કાયદા વીરૂધ્ધ જાય તો શું નુકશાન છે ? કેટલી સજા છે ? તે જાણકારી પ્રજાને આપવામાં આવે તે જરૂરી છે.

જેથી કરીને પોલીસ ખાતા દ્વારા સેમીનાર, સભા, ગ્રામ્ય સભા યોજીને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રજાને નવા કાયદાની જાણકારી મળશે. વધુમાં જણાવ્યુ છે કે, આજની તારીખે સમાજમાં ઘણી એવા લોકો છે જેમનું ભણતર ઓછુ છે જેથી તેનુ ભોળપણ અને અજ્ઞાનતા તેને નુકશાન કરી શકે. માટે પોલીસ દ્રારા કોલેજથી લઈને ગ્રામ્ય સભા સુધી સેમીનાર દ્રારા નવા કાયદાની જાણકારી આપવામાં આવે તો તેનું વધારે સારૂ પરિણામ મળશે તેમજ નવો કાયદો વધુ અસરકારક બનશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.




Latest News