વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસેથી દારૂની 60 બોટલ ભરેલ કાર સાથે બે શખ્સની ધરપકડ: 3.20 લાખનો મુદામાલ કબજે


SHARE

















મોરબીના બેલા ગામ પાસેથી દારૂની 60 બોટલ ભરેલ કાર સાથે બે શખ્સની ધરપકડ: 3.20 લાખનો મુદામાલ કબજે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામથી આગળ આવેલ પંચશીલ કોમ્પલેક્ષ સામેથી કાર પસાર થઈ રહી હતી તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 60 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને 3,20,400 ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામથી આગળ પંચશીલ કોમ્પલેક્ષ સામેથી સ્વિફ્ટ કાર નંબર જીજે 3 એમઈ 3813 પસાર થઈ હતી જે કારમાં ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 60 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 20,400 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 3,20,400 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતોઅને કારમાં બેઠેલ આરોપી રાજેશભાઈ મનુભાઈ અખીયાણી જાતે કોળી (30) રહે. લાલપર સિરામિક સીટી અવધ સીટી ફ્લેટ નં-201 મોરબી મૂળ રહે. હમીરપર ગામ તાલુકો રાપર જિલ્લો કચ્છ અને રાજેશભાઈ દલસુખભાઈ અઘારા જાતે પટેલ (29) રહે. ધર્મમંગલ સોસાયટી સીએનજી પમ્પની બાજુમાં મહેન્દ્રનગર મોરબી મૂળ રહે આસલપુર તાલુકો વિંછીયા જીલ્લો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

દેશી દારૂ

મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને એક શખ્સ જઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી 9 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે રાહુલ દિનેશભાઈ દેગામા જાતે કોળી (19) રહે. રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા ખાડા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂનો જથ્થો તેને અબ્દુલભાઈ હાજીભાઇ જેડા જાતે મીયાણા (61) રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની પણ ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છ

વૃદ્ધ સારવારમાં

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ માતૃકૃપા ખાતે રહેતા ગોવિંદભાઈ ટપુભાઈ  હડિયલ (75) નામના વૃદ્ધ બાઈકમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટ વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને વૃદ્ધ નીચે પટકાયા હતા જેથી તેઓને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ કૃષ્ણનગર શેરી નં-2 માં રહેતા નીતાબેન હિતેશભાઈ ચાવડા (50) નામના મહિલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં મહિલાને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News