મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અડધી રાતે પિસ્તોલ, છરી, ધારિયા જેવા હથિયાર સાથે મહિલાના ઘરે હુમલો: એટ્રોસીટી-રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE











મોરબી તાલુકામાં અડધી રાતે પિસ્તોલ, છરી, ધારિયા જેવા હથિયાર સાથે મહિલાના ઘરે હુમલોએટ્રોસીટી-રાયોટિંગનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનના ઘરે અડધી રાતે કુલ 8 શખ્સો જુદી જુદી ગાડીઓમાં પિસ્તોલ, છરી પાઇપ, ધારિયા, ધોકા જેવા હથિયાર લઈને તેના ઘરે આવ્યા હતા અને મહિલાની છેડતી કરીને તેને છરી વડે ઇજા કરી હતી તેમજ અન્ય એક વ્યક્તિને પીઠ  અને ડાબા હાથના બાવડે છરી વડે ઇજા કરી હતી. અને મહિલાના પતિને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાડી માથે ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ફરિયાદીની દીકરી વચ્ચે પડતા તેને માથાના ભાગે ઇજા થયેલ હતી અને આરોપીઓએ એકટીવામાં પણ નુકસાની કરી હતી જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ ગઢવી, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઈ સુમેસરા, રાજેશ કિશોરભાઈ સુમેસરા, ભૂરો કિશોરભાઈ સુમેસરા, અજય જગદીશભાઈ ચૌહાણ, પીન્ટુ પરમાર, દિપો ગઢવી અને અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તા 24/7 ના રાત્રિના અઢીથી ત્રણેક વાગ્યાના અરસામાં મહિલા અને તેના પરિવારજનો ઘરે હતા. ત્યારે આરોપીઓ જુદી જુદી ગાડીમાં પીસ્તોલ, ધોકા, ધારીયા, છરી, પાઇપ જેવા હથિયાર લઈને તેને ઘરે આવ્યા હતા અને ફરિયાદીના દીકરા સાથેની જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓ મારા મારી અને ઝઘડો કર્યો હતો.

ત્યારે આરોપી ભાવેશ ઉર્ફે કાલી સુમેશરાએ ફરિયાદી મહિલાની છેડતી કરી જમણા પગના ઢીંચણના ભાગે છરી મારી હતી તથા ડાબા હાથના બાવળાના ભાગે સામાન્ય ઇજા કરી હતી. તેમજ અન્ય એક વ્યક્તિને દીપો ગઢવીએ પીઠ અને ડાબા હાથે છરી વડે ઇજા કરી હતી અને ફરિયાદીના પતિને સંજયભાઈ ગઢવીએ રિવોલ્વર જેવું હથિયાર બતાવીને જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ફરિયાદીની દીકરી બચાવવા વચ્ચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી. અને ફરિયાદીના એકટીવામાં પણ આરોપીઓએ નુકસાન કર્યું હતું. જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે રાયોટીંગ, મારામારી, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News