મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ સાડા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ સાડા ત્રણ વર્ષના બાળકનું મોત

વાંકાનેર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સાડા ત્રણ વર્ષના બાળકને કારખાનામાં સૂતો હતો ત્યારે સાપ કરડી જતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક રાતીદેવરી પાસે આવેલ જેબીએસ રિફેકટરી કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલભાઈ મંગલસિંગ ડામોર જાતે આદિવાસીનો સાડા ત્રણ વર્ષનો દીકરો ધર્મેશ ત્યાં કારખાનામાં સૂતો હતો દરમિયાન તેને સાપ કરડી ગયો હતો જેથી તે બાળકને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે બેભાન હાલતમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ઘાટીલા ગામે કુંભાર શેરીમાં રહેતા નિમુબેન સવજીભાઈ (53) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેથી નિમુબેન રસ્તા ઉપર નીચે પડ્યા હતા જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ કબીર આશ્રમ પાસે કુંભાર શેરીમાં રહેતા અનિલાબેન દિનેશભાઈ કાનાબાર (54)  નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પોતાની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું અને અનિલાબેન રસ્તા ઉપર પડી ગયા હતા જેથી તેને ઈજા થતાં સારવારમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડમિશન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News