મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: 11 આરોપી પકડાયા


SHARE































વાંકાનેર શહેર-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: 11 આરોપી પકડાયા

વાંકાનેર શહેરમાં પેડક સોસાયટી પાસે અને જીનપરાના પુલ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને નવ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 8,770 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પેડક સોસાયટી નાગાબાવા મંદિર સામે જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દીપકભાઈ ચતુરભાઈ વિકાણી (28), અજયભાઈ ચંદુભાઈ વિકાણી (26),  મનહરભાઈ ચંદુભાઈ વિકાણી (32), જગદીશભાઈ મિતેશભાઈ વિકાણી (21), મહેશભાઈ ચતુરભાઈ વિકાણી (35) અને પંકજભાઈ ચંદુભાઈ વિકાણી (25) રહે. બધા પેડક સોસાયટીના પુલના છેડે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 5460 ની રોકડ કબજે કરી હતી, આવી જ રીતે વાંકાનેર શહેરમાં જુગારની બીજી રેડ જીનપરા સાતનાલા પાસે કરવામાં આવી હતી ત્યાં જાહેરમાં જુગાર રમતા સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડીયા (20) રહે. જીનપરા વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (37) રહે. જીમપરા વાંકાનેર અને તસ્લીમભાઈ ઐયુબભાઈ શેખ (28) રહે. રાજાવડલા રોડ માર્કેટયાર્ડ પાસે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી 3310 ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

માળીયા તાલુકાના વવાણીયા ગામે તળાવની પાળ પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ ડાયાભાઈ પરસોંડા (56) રહે. કોળીવાસ માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો. જેથી તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે માળિયાના વાડા વિસ્તારમાં વરલી જુગારના આંકડા કેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા દોસમામદ મહમદભાઇ કટીયા જાતે મિયાણા (47) રહે. જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 340 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી કરી હતી.












Latest News