મોરબીના સનાળા ગામ પાસેથી સેમી ઓટોમેટીક પીસ્તોલ સાથે એકની ધરપકડ: હથિયાર-કાર સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે
SHARE








રાજકોટ બાજુથી મોરબી શહેરમાં આવી રહેલ ક્રેટા ગાડીને સનાળા ગામ પાસે રોકવામાં આવી હતી અને તે ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી સેમી ઓટોમેટીક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે હથિયાર, કાર્ટિઝ અને વાહન મળીને 5,10,500 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવીજનમાં ગુનો નોંધવામાં આવેલ છે
મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રાજકોટ મોરબી રોડ ઉપર સનાળા ગામ પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે રાજકોટ તરફથી મોરબી બાજુ આવી રહેલ ક્રેટા ગાડી નંબર જીજે 27 ઇડી 0016 ને રોકવામાં આવી હતી અને તે ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી સેમી ઓટોમેટીક એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે 10,000 રૂપિયાની કિંમતનું હથિયાર, 500 ની કિંમતના પાંચ કાર્ટિઝ અને પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 5,10,500 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો. અને આરોપી રમેશભાઈ ઉર્ફે માલદે બાબુભાઈ ચાવડા જાતે આહિર (35) રહે હાલ ઉમિયા સર્કલ ખોડીયાર નગર સીતારામ પેલેસ બ્લોક નંબર-301 મૂળ રહે સનાળા રોડ યદુનંદન સોસાયટી શેરી નંબર-3 મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગચ પ્રમાણે અગાઉ આ આરોપી રાઇટિંગ, મારામારી, જુગાર સહિતના ગુનામાં ઝડપાયેલ છે
