મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અટકાયતી-મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ-તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

મોરબી લાતી પ્લોટના રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલવા વાજતે ગાજતે પાલિકા સુધી આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ


SHARE













મોરબીના લાતી પ્લોટ વિસ્તારની છેલ્લા ઘણા વર્ષોથી દયનીય પરિસ્થિતિ છે તેમ છતાં પણ તેની કાયાપલટ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના અગ્રણીઓ દ્વારા લાતી પ્લોટના વેપારીઓને સાથે રાખીને લાતી પ્લોટથી નગરપાલિકા કચેરી સુધી વાજતે ગાજતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને લાતી પ્લોટના રોડ રસ્તા, ગંદકી, ગટર સહિતના પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી લોકો પાસેથી મિલકત વેરો વસૂલ કરવામાં આવતો હોય છે જેમાં સૌથી વધુ વેરો મોરબીના લાતી પ્લોટ વિસ્તારના ઉદ્યોગકારો અને વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવે છે તેમ છતાં પણ લાતી પ્લોટ વિસ્તારમાં કારખાના અને દુકાનો ધરાવતા વેપારીઓને પ્રાથમિક સુવિધા પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી જેથી કરીને વેપારીઓ અને ઉદ્યોગોકારો પારાવર મુશ્કેલીનો સામનો કરે છે આટલું જ નહીં પરંતુ ત્યાં કામ કરવા માટે થઈને આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા લાતી પ્લોટ વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં આવે તે માટે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનોએ લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને સાથે રાખીને લાતી પ્લોટ થી નગરપાલિકા કચેરી સુધી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે એક રેલીનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જની ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને લાતી પ્લોટ વિસ્તારમાં રોડ રસ્તા સફાઈ ઉભરાતી ગટર સહિતના જે પ્રશ્નો છે તેને વહેલમાં વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.




Latest News