મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઇસરના ચોરખાનામાં રાખેલ દારૂ-બિયર સહિત એકની ધરપકડ: ૧૨.૭૭ લાખનો મુદામાલ કબજે


SHARE













વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઇસરના ચોરખાનામાં રાખેલ દારૂ-બિયર સહિત એકની ધરપકડ: ૧૨.૭૭ લાખનો મુદામાલ કબજે

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઇસર પસાર થઈ રહ્યું હતુ ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે આ વાહનમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરખાનામાંથી દારૂની ૬૨૫ બોટલો અને બિયર ૪૮ ટીન જે બંનેની કિંમત ૨,૭૨,૫૧૦ અને વાહન મળીને કુલ ૧૨,૭૭,૫૧૦ નો મુદામાલ કબજે કરેલ છે અને વાહન ચાલકની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સુરેશભાઇ હુંબલ, વિકમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, અમદાવાદ તરફથી એક આઇસર ગાડી નં. જીજે ૨૩ એટી ૩૬૦૩ વાળી રાજકોટ તરફ દારૂ લઈને જનાર છે. જેથી આઇસરની વોચમાં હતા તેવામાં આઇસરમાં પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ વાહન વાંકાનેર બાઉન્ટ્રી પોલીસ ચોકી પાસે હાઇવે રોડ ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે આઇસર ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે દારૂની ૫૨ પેટીઓ તેમજ બીયરની બે પેટી વાહનમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી મળી આવી હતી જેથી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

હાલમાં પોલીસે વાહન સાથે આરોપી મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ જાતે રાજપુત (૪૨) રહે. કાનોડા તાલુકો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલનાર દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા કોચીન અને માલ મંગાવનાર રાજસીંગ રહે. રાજકોટ વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. અને હાલમાં જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૬૨૫ બોટલો અને બિયર ૪૮ ટીન જે બંનેની કિંમત ૨,૭૨,૫૧૦ અને વાહન મળીને કુલ ૧૨,૭૭,૫૧૦ નો મુદામાલ કબજે કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, આ આઇસર ગાડીમાં ગોવા-કોચીન હાઇવેથી દારૂ અને બીયરનો જથ્થો ભરવામાં આવેલ હતો અને આઇસરમાં બનાવેલ ચોરખાનામાં સંતાડીને તેને મહારાષ્ટ્ર રાજયની બોર્ડર પાસ કરાવી હતી અને ગુજરાતમાં આ દારૂ અને બીયરનો જથ્થો ઘુસાડેલ છે. તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે. 




Latest News