મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વર્ષામેડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત, બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા યુવાનનું મોત


SHARE













મોરબીના વર્ષામેડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત, બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા વર્ષામેડી ગામના ફાટક પાસે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં માળિયા(મિં.) ના ઝાઝાસર ગામના ડ્રાઇવર યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલે લાવવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા મિંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળીયા મીંયાણા તાલુકાના ઝાઝાસર ગામના રહેવાસી ભુપતભાઈ નરસિભાઈ ધોળકિયા જાતે કોળી (ઉમર 48) નામના યુવાનનું આજે તા.29 ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં માળિયા મીંયાણાના વર્ષામેડી ગામ પાસે આવેલ ફાટક નજીક વાહન અકસ્માતના બનાવમાં મૃત્યુ નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે નોંધ કરી હતી અને આ બનાવ માળિયા પોલીસ મથકની હદનો હોય ત્યાં આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.જેથી માળીયા મિંયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રભાતભાઈ ચાવડા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં વર્ષામેળી ગામ પાસે રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાયો હતો.જેના ચાલક એવા ભુપતભાઈ નરસિભાઈ ધોળકિયાનું શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું.

અજાણ્યા વ્યક્તિએ માર મારતા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ઝાલીડા ગામે રહેતા વસાભાઈ માણસુરભાઈ લોહ નામના યુવાનને ઝીલીડા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં વસાભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી બી ડિવિઝન પોલીસે આ બાબતે નોંધ કરી આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ મહાવીરનગર સોસાયટીમાં રહેતા ક્રિષ્નાબેન અભિષેકભાઇ ઉપાધ્યાય નામના ૨૨ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હતા.જેથી સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ચાર માળીયાના કવાટરમાં રહેતા જીતેન કાંતિલાલ કાંજીયા નામના 25 વર્ષના યુવાનને આવાસ યોજનાના ક્વાટર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા પોલીસ સ્ટાફના વી.કે.પટેલ દ્વારા મારામારી અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.




Latest News