મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પરીક્ષણ (teachers Training) નો કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં વક્તા પ્રકાશભાઈ સુથાર (વડાલી, બનાસકાંઠા)એ ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો વિદ્યાર્થીઓને સરળ અને શ્રેષ્ઠ રીતે ભણાવવાની રીત, શિક્ષણમાં અવનવા પ્રયોગો, વેસ્ટ અને હાથવગી વસ્તુઓનો પ્રયોગાત્મક સાધનો તરીકે ઉપયોગ અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસ નિષ્પતિ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ત્યારે નર્સરીથી ધો.8 ના શિક્ષકો તેમજ શાળાના વ્યવસ્થાપન ટીમના સભ્યો હાજર રહ્યા હતા તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.
