એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને થયેલ અન્યાય માટે વ્યાજ સાથે વીજ કંપનીને રૂપિયા ચૂકવવા આદેશ


SHARE

















મોરબીમાં ગ્રાહકને થયેલ અન્યાય માટે વ્યાજ સાથે વીજ કંપનીને રૂપિયા ચૂકવવા આદેશ

પી.જી.વી.સી.એલ.ના ગ્રાહક સાથે અન્યાય થાય તો ગ્રાહક અદાલતમાં ન્યાય માંગી શકે છે જેથી મોરબીના વતની અને મારૂતી નંદન પોલિપેકના પાર્ટનર વિજયભાઇ ત્રિભોવનભાઇ સવાણીને કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી અને પશ્ચિમ વીજ કંપની ગુજરાત તરફથી અન્યાય થતાં મોરબીના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં વિજયભાઇના પાંચ વર્ષનું એકઝામીશન સર્ટિફીકેટ અને પશ્ચિમ વીજ કંપનીને ૭૨,૫૬૧ અને ૮૦૦૦ બીજા કુલ ૮૦,૫૬૧ ને તા.૧૯-૧૦-૨૩ થી ૯ ટકા ના વ્યાજ સાથે ચુકવાવનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે, વિજયભાઇ તથા અન્ય પાર્ટનરોએ પોતાના જીવન નિર્વાહ માટે નવી જગ્યા ઉપર યુનીટ શરૂ કરેલ અને નવા મશીન માટે નવી જોડાણની જરૂર હોઇ પોતાના નામની કંપનીથી વિજ જોડાણ લીધેલ છે અને ગ્રાહકે કલેકટર ઓફ ઇલેકટ્રીક ડયુટીને સમયસર અને વ્યવસ્થીત અરજી કરેલ પરંતુ તેણે બાલાજી મર્સસની વિગત માંગીને ગ્રાહકે કહયુ કે હુ તેમાં ભાગીદારીમાંથી છુટો થઇ ગયેલ છું અને સોગંદનામા સાથે રજુઆત કરી હતી અને ઇ.ડી. એકઝામીનેશનની અરજી કરેલ અને સામાન્ય કારણ બતાવેલ કે તમારૂ પ્રથમ ઉત્પાદીક એકમના વિદ્યુત શુલ્ક અધિનીયમ મુજબ નવા ઔધોગિક એકમ તરીકે માફી મળવા પાત્ર નથી અને તમારી અરજી દફતરે કરવામાં આવે છે. અને આ બાબત વીજ કંપની તરફથી અન્યાય થતાં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલત માં કેઇસ દાખલ કરેલ હતો અને અદાલતે કંપનીની સેવામાં ખામી હોઇ કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટીને ૫ વર્ષનું એકઝામીનેશન સર્ટિમા અને પશ્ચિમ વીજ કંપનીને ૭૨,૫૬૧ અને ૮૦૦૦ અન્ય ખર્ચ ૮૦,૫૬૧ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.




Latest News