મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક શિવાલિકા કોમ્પલેક્ષમાં સ્પા એન્ડ સલૂનની આડમાં અનૈતિક ધામ !: બે શખ્સની ધરપકડ


SHARE





























મોરબી નજીક શિવાલિકા કોમ્પલેક્ષમાં સ્પા એન્ડ સલૂનની આડમાં અનૈતિક ધામ !: બે શખ્સની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મંદિરની પાછળના ભાગમાં આવેલ શિવાલિકા કોમ્પલેક્ષમાં બીજા માટે આવેલા સ્પા એન્ડ સલૂનની અંદર અનૈતિક ધામ ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્પા એન્ડ સલૂનના નામે કુટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ જ સ્થળ ઉપરથી એક પેકેટ કોન્ડમ, રોકડા રૂપિયા તથા ચાર નંગ મોબાઈલ આમ કુલ મળીને 25 હજારની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને સંચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 100 જેટલા સ્પા ધમધમી રહ્યા છે અને તેની અંદર મોટાભાગે અનૈતિક ધામ કે ગોરખ ધંધા ચાલે છે તેવો અગાઉ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરી હતી. જોકે આજની તારીખે પણ કેટલાક વિસ્તારોની અંદર સ્પા એન્ડ સલૂનના નામે અનૈતિક ધામના હાટડા ચાલી રહ્યા છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે તેવામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ત્રાજપર ગામની સીમમાં મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં આવેલ શીવાલિકા કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ ઓરેકલ સ્પા એન્ડ સલૂન માં બહારથી સ્ત્રીઓને બોલાવીને ગ્રાહકોને અનૈતિક સુખ માણવા માટેની સગવડ પૂરી પાડવામાં આવતી હોવાની હકીકત પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી એક પેકેટ કોન્ડમ, 5,000 રૂપિયા રોકડા તથા 20,000 રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 25,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાઉન્ટર ઉપરથી હાજર મળી આવેલ સ્પાના સંચાલક નીતિનભાઈ વસંતભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (32) રહે. લાલપર અને વિજયભાઈ ડાહયાભાઈ પારઘી જાતે અનુ. જાતિ (33) રહે. પીપળી વાળાની ધરપકડ કરી હતી આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ધર્મેશભાઈ નરશીભાઈ ચૌહાણ (51) ને ગામમાં વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી જંતુ કરડી ગયું

મોરબી તાલુકાના શાપરથી ગાળા રોડ ઉપર રોડ એમપીના રહેવાસી દીનાબાઈ શાંતિલાલ (35) નામની મહિલાને સોલોગ્રેસ યુનિટ પાસે ઝેરી જીવજંતુ કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.
















Latest News