Morbi Today
મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટી પવિત્ર કુવાની બાજુમાં રહેતા અકરમભાણ હુસેનભાઇ સુમરા (૨૩) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂટર ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૨૫૧૮ જેની કિંમત ૪૫ હજાર રૂપિયા છે તેને પાર્ક કરીને મૂક્યું હતું આ એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપી જાવેદ મહેબૂબભાઈ જામ જાતે મિયાણા (24) રહે. વિજયનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.