મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો


SHARE





























મોરબી જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો

નારી વંદન સપ્તાહ ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સભાખંડ, જિલ્લા પંચાયત, મોરબી ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા શાબ્દીક સ્વાગત કર્યું હતું અને મદદનીશ તિજોરી અધિકારી વાર્ગીશાબેન રામાણી દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાલીકા સરપંચને બાલીકા પંચાયત વિષે તેમજ તેની કામગીરી બાબતે વિસ્તૃતમાં માહિતી આપેલ હતી. નાયબ ચીટનીશ રિધ્ધીબેન પંડયા દ્વારા પંચાયતી રાજ તથા સામાજિક અન્વેષણ વિષે વિસ્તૃત સમજ આપેલ હતી તેમજ મહિલા તરીકે જે સ્થાને નેતૃત્વ કરતા હોય ત્યારે મહિલાએ પોતાને સ્વનિર્ણય લેવા જોઈએ તેમ જણાવેલ હતું.  ત્યારબાદ ડો. હેમાલીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે માતાના દૂધમાં રહેલ શક્તિઓ તેમજ સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય, પ્રાકૃતિક ખેતી, ડેરી પશુપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને  સન્માનપત્ર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી દ્વારા ઉપસ્થિત મહિલાઓને હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેવો સંદેશો આપ્યો, તેમજ “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે” જેવી કહેવતોના ઉદાહરણ આપી, જણાવ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓનો વિકાસ થશે નહી ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે જેથી મહિલાઓને તમામ ક્ષેત્રના પોતાનું પુરતું યોગદાન આપવું જરૂરી છે તેમ જણાવેલ. અંતમાં આઇસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.
















Latest News