હળવદના કુંભારપરામાં મકાનમાંથી દારૂની 49 બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબીમાં દારૂની ચાર રેડ: બુટલેગર ધનરાજસિંહ સહિત નવ આરોપીની 368 બોટલ દારૂ અને 1.18 લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ
SHARE
મોરબીમાં દારૂની ચાર રેડ: બુટલેગર ધનરાજસિંહ સહિત નવ આરોપીની 368 બોટલ દારૂ અને 1.18 લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ
મોરબી શહેરમાં દારૂની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી છે જેમાં ચારેય સ્થળે બુટલેગર ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ દ્વારા જ દારૂની સપ્લાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે દારૂની નાની મોટી કુલ મળીને 368 બોટલો કબજે કરી છે અને રૂપિયા 1.18 લાખથી વધુનો મુદામાલ કબજે કરીને બુટલેગર ધનરાજસિંહ સહિત કુલ મળીને નવ આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આરોપી ધનરાજસિંહ પાસે દારૂનો જથ્થો કયાંથી આવેલ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન સોસાયટીમાં રહેતા સાહિલભાઈ ઉર્ફે ચીનો લધાણીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 70 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 26,250 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સાહિલભાઈ ઉર્ફે ચીનો મોહમ્મદભાઈ લધાણી 24 રહે. વાવડી રોડ ભારત પાન વાળી શેરી લોમજીવન સોસાયટી મોરબી તથા આસિફભાઇ અનવરભાઈ મીનીવાડીયા 36 રહે. ઘાંચી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી. તથા ઘરમાંથી મળી આવેલ દારૂની બોટલો આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા 25 રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ ગુનામાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે.
જયારે દારૂની બીજી રેડ મોરબીના નવલખી રોડ ઉપર ફાટક પાસે બાવળાની જાળીમાં કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની 108 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 40,500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કિશનભાઇ પ્રભાતભાઇ આહીરના કહેવાથી અમરતભાઈ વિઠ્ઠલભાઈ પાટડીયા 38 રહે. રેલવે કોલોનીની બાજુમાં મફતિયાપરા મોરબી વાળાએ દારૂનો જથ્થો ત્યાં મુક્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી. અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમરતભાઈ વિઠ્ઠલભાઈ પાટડીયા, કિશનભાઇ પ્રભાતભાઇ આહીર રહે. કુબેરનગર મોરબી અને દારૂનો જથ્થો આપનાર ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા 25 રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક વાળાની સામે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને પકડવામાં આવેલ છે. આ બંને ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે
તો દારૂની ત્રીજી રેડ મોરબીના ભરતનગર પાસે મફતીયાપરા વિસ્તારમાં રહેતા મેહુલભાઈ સનુરાના ઘરમાં કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 74 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને સ્થળ ઉપરથી આરોપી મેહુલભાઈ ત્રિભુવનભાઈ સનુરા 29 રહે. ભરતનગર મફતીયાપરા મોરબી અને નરેન્દ્રભાઈ નટુભાઈ સનુરા 27 રહે. ત્રાજપર ખારી મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે. વાવડી રોડ વાળે આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તેને આ ગુનામાં પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
આવી જ રીતે દારૂની ચોથી રેડ મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં રહેતા મોહસીનભાઈ સુમરાના રહેણાંક મકાનમાં કરી હતી. ત્યારે તેના ઘરની અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની મોટી 72 અને નાની 44 આમ કુલ મળીને 116 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 26,100 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી મોહસીનભાઈ અબ્દુલભાઈ સુમરા 24 રહે. બિલાલી મસ્જિદ પાછળ વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ મકવાણા રહે. વાવડી રોડ વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને હાલમાં બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ ગુનામાં ધનરાજસિંહ મકવાણાને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.