મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા અને જબલપુરમાં જુગારની બે રેડ: સાત શખ્સ પકડાયા


SHARE







ટંકારા અને જબલપુરમાં જુગારની બે રેડ: સાત શખ્સ પકડાયા

ટંકારા અને જબલપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને સાત વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 16,200 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારામાં આવેલ ઉગમણા જાપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જીગ્નેશભાઈ કાળુભાઈ ઉઘરેજા 30, મેરૂભાઈ ભુદરભાઈ સારસા 25, અને મોતીભાઈ છગનભાઈ જાદવ 55 રહે. બધા ઉગમણા નાકા પાસે ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,500 ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ટંકારા પોલીસ દ્વારા જબલપુર ગામે ઇંટોના ભઠ્ઠા પાસે કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા દેવરાજભાઈ વાલજીભાઈ નારણીયા 55, કાંતિભાઈ મગનભાઈ ગણાવા 53, બાપુભાઈ દરિયાવરસિંહ દોહદીયા 30 અને ચંદનકુમાર સિબજીભાઈ રાવત 24 મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 5,700 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News