હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો


SHARE







મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો

વાંકાનેર  તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર પાસે લોકમેળાનું આયોજન કર્યુ છે. ત્યાં મેળો કરીને બે યુવાનો વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં વડસરના વળાંક પાસે દિપડાએ બંન્ને યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો, જેથી ઇજા પામેલા યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો શરૂ થયો છે ત્યાં ઘણા લોકો આવ્યા હતા અને મોડી સાંજના 8:30 વાગ્યાની આસપાસ મેળો કરીને બે યુવાનો પરત વાંકાનેર તરફ જતા હતા. ત્યારે ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે  પહોંચતા અચાનક એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (21) રહે. વાંકાનેર અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજા થઇ હતી. ત્યારે દિપડાએ યુવાનોના માથા ઉપર પંજો મારીને ઇજા કરી હતી. ત્યાર બાદ રોડ ઉપર ટ્રાફિક હોવાથી દિપડો પાછો જાળીમાં ભાગી ગયો હતો. અને બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.






Latest News