માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને ધારાસભ્યઓ-અધિકારીઓ સહિતનાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ


SHARE











મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને ધારાસભ્યઓ-અધિકારીઓ સહિતનાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 45 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. અને મોરબી હોનારતની તારીખ હોવાથી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે મોરબીમાં મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

11 મી ઓગસ્ટ 1979 ના દિવસને મોરબીમાં 45 વર્ષ પહેલા મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. અને મચ્છુ-૨ ડેમનો એક બાજુનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના સર્જાઈ હતી જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી.

પરંતુ હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. જેથી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે, હોનારતના કાળા દિવસને યાદ કરે છે. અને મોરબી પાલિકા કચેરીથી મણિમંદિર પાસે મૂકવામાં આવેલ દિવંગત આત્માઓની ખાંભી સુધીની દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News