મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
વાંકાનેરના કોઠારીયા ગામે ગાડા માર્ગ ઉપર ઢોરને સાઇડમાં લેવાનું કહેતા વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE







વાંકાનેરના કોઠારીયા ગામે ગાડા માર્ગ ઉપર ઢોરને સાઇડમાં લેવાનું કહેતા વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા વૃદ્ધ ગાડું લઈને ગાડા માર્ગ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ગાય અને ભેંસ લઈને જઈ રહેલા વ્યક્તિ ધીમે ધીમે ચાલતા હોય ગાડું ચાલે તેટલો રસ્તો કરી આપવા કહ્યું હતું અને ઢોરને સાઈડમાં લેવા માટે વૃદ્ધે કહેતા ઢોર લઈને જઈ રહેલા શખ્સને તે સારું લાગ્યું ન હતું જેથી તેને લોખંડના પાઇપ વડે વૃદ્ધને માથામાં માર મારીને ઈજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલ વૃદ્ધે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ અમીભાઇ શેરસીયા (70)એ હાલમાં જયરાજસિંહ કરણસિંહ ઝાલા રહે. કોઠારીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઠારીયા ગામથી ટંકારા જતા રોડ ઉપર શીતળા માતાની ડેરી વાળા કાચા રસ્તે ગાડા માર્ગ ઉપરથી ફરિયાદી પોતાનું ગાડું લઈને જતા હતા ત્યારે આગળ ગાડા માર્ગમાં જયરાજસિંહ તેની ગાયો અને ભેંસો લઈને જતા હતા અને ધીમે ધીમે ચાલતા હોય ફરિયાદીને આગળ જવા માટે ગાડું ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોરને સાઈડમાં લેવા માટે કહ્યું હતું જે તેને સારું લાગ્યું ન હતું જેથી સામે વાળાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
