મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા સહિતના આયોજન માટે હિન્દુ સંગઠનોની બેઠક મળી


SHARE













મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા સહિતના આયોજન માટે હિન્દુ સંગઠનોની બેઠક મળી

સર્વે સનાતની હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ જલારામ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવના આયોજન બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા દરમિયાન કેવું આયોજન કરવું તેના વિષયમાં  ચર્ચા કરવામાં આવી હતી અને દર વર્ષે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવું જ આયોજન કરવામાં આવશે.

મોરબીમાં જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળશે અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ કરવામાં આવશે તેમજ હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે અને સર્વે સનાતન હિન્દી સંગઠન અને સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય  બનાવવામાં આવશે અને સર્વે સનાતનની હિન્દુ સંગઠનો સાથે રહીને શોભાયાત્રાનું આયોજન કરશે. અને ખાસ કરીને આ વર્ષે ઘરે ઘરે જઈને હિન્દુ  સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવશે. આ શોભાયાત્રા મોરબીના જડેશ્વર મંદિરેથી પ્રસ્થાન થશે અને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદ દિલ્હી ગૌરક્ષક, જય મહાકાલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય પરિષદ બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, એકતા એજ લક્ષ સંગઠન, અર્જુન સેના, શિવસેના, શિવ શક્તિ સેવા સંગઠન, એસએસ ગ્રુપ, શ્યામ મિત્ર મંડળ, જય દ્વારકાધીશ ગ્રુપ, માઁ ગ્રુપ, દલવાડી કનૈયા ગ્રુપ, ગૌ સેવા માનવ ધર્મ ગ્રુપ, જય બજરંગ વ્યાયામ શાળા ગ્રુપ, સ્વસ્તિક ગ્રુપ, શ્રી બાલાજી મિત્ર મંડળ ગ્રુપ, કેસરીનંદન ગ્રુપ, જય વેલનાથ ગ્રુપ, ઠાકોર સેના અને કાલિકા પ્લોટ મિત્ર મંડળ જેવા સંગઠન સહભાગી થશે.




Latest News