મોરબીના ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે તળાવમાં ડૂબી જવથી યુવાનનું મોત
માળિયા (મી)-કચ્છ હાઇવે ઉપર બાઇક મૂકીને પ્રેમી યુગલે હાથમાં ચુંદડી બાંધીને મચ્છુ નદીમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત
SHARE







માળિયા (મી)-કચ્છ હાઇવે ઉપર બાઇક મૂકીને પ્રેમી યુગલે હાથમાં ચુંદડી બાંધીને મચ્છુ નદીમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના મચ્છુ નદીના પુલ ઉપર બાઈક મૂકીને પ્રેમી યુગલે હાથમાં ચુંદડી બાંધીને મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના મોત નીપજયાં હતા. જેથી પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાત કરી લેનાર પ્રેમી યુગલ પૈકી સગીરાનો મૃતદેહ 24 કલાક પછી મળ્યો હતો જેથી તેની બોડી કોહવાય ગઈ હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં મૃતક યુવક અને સગીરાની બોડી તેના પરિવારજનોને સોંપીને માળીયા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ધોડબાઈના મુવાડા ઓથવડા ખાતે રહેતા સુનિલભાઈ ગોવિંદભાઈ ઠાકોર (24) અને તે જ વિસ્તારમાં રેતી ગંગાબેન ઉર્ફે શિલ્પાબેન કાનાભાઈ ઠાકોર (17)એ મોરબી જિલ્લામાંથી પસાર થતા માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર મચ્છુ નદીના પુલ ઉપર પોતાનું બાઈક મૂકીને મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જે અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક પ્રેમી યુગલના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા માટેની કામગીરી કરી હતી અને બનાવ સ્થળ પાસેથી મળી આવેલા આધારકાર્ડ આધારે તપાસ કરવામાં આવતા ચોકાવનારી માહિતી સામે આવી હતી.
આ બનાવ અંગેની તપાસ કરનાર માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી. બાબરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામના મચ્છુ નદીના પુલ ઉપર એક બાઈક રેઢું મળી આવ્યું હતું અને ત્યાં નીચે નદીના પાણીમાં એક લાશ તરતી હોવા અંગેની જાણ થઈ હતી જેથી પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારે સ્થળ ઉપરથી બાઈક પાસે બે આધાર કાર્ડ પડેલા જોવા મળ્યા હતા જેથી તે બાબતે તપાસ કરવામાં આવતા સુનિલભાઈ ગોવિંદભાઈ ઠાકોર નામના યુવાન સામે બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 363, 366 મુજબ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રેમી યુગલે પોતાના હાથમાં ચુંદડી બાંધીને એક સાથે મચ્છુ નદીમાં ઝંપલાવી હતું જે પૈકી પહેલા સુનિલભાઈ ગોવિંદભાઈ ઠાકોરનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ગંગાબેન ઉર્ફે શિલ્પાબેન કાનાભાઈ ઠાકોરનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે ગંગાબેનનો મૃતદેહ લગભગ 24 કલાક જેવો સમય થઈ ગયો ત્યાર પછી મળ્યો હોવાને કારણે તેની બોડી કોહવાય ગઈ હતી જેથી કરીને ફોરેન્સિક પીએમ માટે તેની બોડીને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સુનિલ ઠાકોરના પિતા ગોવિંદભાઈ પ્રભાતભાઈ ઠાકોર (48) હાલ રહે. રાજલ સન્માઈકા કંપનીના કવાર્ટરમાં મોરબી મૂળ રહે ધોડબાઈના મુવાડા ઓથવડા તાલુકો બાલાસિનોર વાળાએ આપઘાતના બનાવની જાણ કરી છે જેની પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનને તેની પ્રેમિકા સગીર હોવાની જાણ ન હોય તે ગંગાને ત્યાંથી ભગાડીને અપહરણ કરીને લઈ આવ્યો હતો અને ત્યારબાદ તેની સામે બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે ગંગા સાથે મચ્છુ નદીના પાણીમાં ઝંપલાવીને આપઘાત કરેલ છે તેવી વિગતો સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
