હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ નજીક રહેતા મધ્યપ્રદેશના પરિવારની યુવતી ગુમ : તપાસ શરૂ


SHARE





મોરબીના પીપળી ગામ નજીક રહેતા મધ્યપ્રદેશના પરિવારની યુવતી ગુમ : તપાસ શરૂ

મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે રહીને ડ્રાઇવિંગનું કામકાજ કરતા યુવાનના બહેન ઘર નજીક નાસ્તો લેવા માટે જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય હાલ યુવાને પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ થયેલ યુવતીની શોધખોળ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદીયાભાઇ મીટીયાભાઇ ડામોર (ઉ.વ.30) ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ રોયલ પાર્ક પીપળી રોડ મોરબી મુળ ગામ પીપળી પાળા તા.જાંબવા જી. જાંબવા મધ્યપ્રદેશએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે, તેની નાની બહેન અન્નાબેન મીટીયાભાઇ ડામોર (ઉ.વ.19) રહે.હાલ રોયલ પાર્ક પીપળી રોડ મોરબી મુળ ગામ પીપળી પાળા તા.જાંંબવા એમપી ગત તા.2૦-6 ના સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં રોયલ પાર્ક પોતાના ધરેથી બાજુમાં આવેલ દુકાને ભાગ લેવાનુ બહાનુ કરીને નિકળીયા બાદ આજ દિવસ સુધી શોધખોળ કરવા છતા મળી આવેલ નથી.ગુમ થનાર અન્નાબેનની ઉંચાઇ ૪.૫ ફુટ વાન ધંઉ વર્ણી મોઢું લંબગોળ અભ્યાસ અભણ લખતા વાંચતા આવડતું નથી.ગુજરાતી અને હિન્દી ભાષા બોલી શકે તેમજ સમજી શકે છે.તેણીએ સાડી, બ્લાઉઝ ચણીયો પહેરેલ છે.તે ગુમ થયાની જાણ કરતા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઇ મકવાણએ ગુમ નોંધ દીખલ કરી ગુમ થયેલી યુવતીની શોધખોળ હાથ ધરી છે.

બાળક સારવારમાં

હળવદના કડીયાણા ગામે રહેતા પરિવારનો યુવરાજ સંતોષભાઈ ડાભી નામનો ચાર વર્ષનો બાળક ઘર નજીક હતો ત્યારે તેને ગાડીવાળાએ હડફેટ લેતા ઇજાગ્રસ્ત થતા યુવરાજને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમા ઈજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના આમરણ (બેલા) ગામે રહેતા ઈસ્માઈલભાઈ હાજીભાઈ નામના 27 વર્ષના મુસ્લિમ યુવાનને બપોરના બે વાગ્યાના અરસામાં મોડપર ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા સ્ટાફના ફિરોજભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા બાબુલાલ રામાભાઈ પટેલ નામના 60 વર્ષના વૃદ્ધને થોરાળા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જેથી બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના એફ.આઈ. સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.




Latest News