મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જીરૂ વેચીને જઈ રહેલા શ્રમિક પાસેથી રોકડા 50 હજારની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE









મોરબીમાં જીરૂ વેચીને જઈ રહેલા શ્રમિક પાસેથી રોકડા 50 હજારની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના શ્રમિક માર્કેટયાર્ડમાં જીરું વેચવા માટે શ્રમિક આવ્યો હતો અને જીઆઇડીસીના નાકા પાસેથી તે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે મુસાફરની જેમ બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ ઉલટીનું બહાનું કરીને ફરીયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી 50 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી લીધેલ હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં હાલમાં એક આરોપીને પકડેલ છે

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ જેઠાભાઈ કાનગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગણપતભાઈ હજારિયાભાઈ કોળી જાતે આદિવાસી (50)એ સીએનજી રીક્ષાના ચાલક તથા તે રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડથી જીરું વેંચાણ કરીને તેના રોકડા રૂપિયા લઈને તેઓ જીઆઇડીસીના નાકા સુધી જવા માટે સીએનજી રીક્ષામાં બેઠા હતા દરમિયાન સીએનજી રીક્ષામાં અગાઉથી બેઠેલ બે પુરુષ અને એક મહિલાએ ઉલટીનું નાટક કરીને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેટના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 50 હજારની ચોરી કરી લીધા હતા જેની ફરિયાદ આધારે પોલીસે પહેલા આ ગુનામાં બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં પીએસઆઇ પી.આર. સોનારા અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી કિશન  મગનભાઇ ભાંભરીયા (22) રહે. માસૂમ પાર્ક મનહર સોસાયટી શેરી નંબર 2 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા શંકરભાઈ બાબુભાઈ પીપળીયા (39) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં સોઑરડી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા પ્રેમભાઈ મનસુખભાઈ પરમાર (25) નામનો યુવાન ઘર પાસે શેરીમાં પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News