મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પાણીની મોટરનો વાયર લુઝ હતો જેથી કરીને યુવાન તેનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ચાવડા પોતે પોતાને ઘરે પાણીની મોટરનો વાયર લુઝ હોય તેનું રીપેરીંગ કામ કરતા હતા ત્યારે લાઈટ ન હતી અને અચાનક ઇલેક્ટ્રીક શોર્ટ લગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એન્ટીલા સીરામીક ખાતે રહેતા સંગીતાબેન દિલીપભાઈ યાદવ (30) નામની મહિલાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે કારખાના નજીક હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા રામાભાઇ બાબુભાઈ અખીયાણી (40) ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ જીલુભાઈ ગોગરા ચલાવી રહ્યા છે






Latest News