હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
માળીયા (મી)ના ખાખરેચી ગામે વાડામાંથી 1.40 લાખની કિંમતની બે ભેંસની ચોરી
SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે વાડામાંથી 1.40 લાખની કિંમતની બે ભેંસની ચોરી
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે વેણાસર જવાના રસ્તા ઉપર યુવાનના વાડામાં ભેંસ રાખવામા આવી હતી તે બે ભેંસની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 1.40 લાખની ભેંસોની ચોરી થઈ હોવા અંગેની યુવાને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા બળદેવભાઈ માત્રાભાઈ સીયાર (32)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ભેંસ ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ખાખરેચી ગામથી વેણાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર તેના વાડામાં રાખવામાં આવેલ બે ભેંસ જેની કિંમત 1.40 લાખ થાય છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીમાં રહેતા અબ્દુલભાઈ આદમભાઈ (35) નામના યુવાનને આમરણ ગામ પાસે શાકમાર્કેટ નજીક મારામારીના બનાવમાં માથામાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકા ધુળકોટ ગામે રહેતો નરશી અમરશી નાયકા (14) નામનો બાળક બાઇકમાં બેસીને ધુળકોટ ગામની સીમમાંથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બાળકને ઇજા થતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
