મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ
મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતક મહિલાના પતિ બાદ હવે ભત્રીજાની ધરપકડ
SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતક મહિલાના પતિ બાદ હવે ભત્રીજાની ધરપકડ
મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે પહેલા મહિલાના પતિની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મૃતક મહિલાના ભત્રીજાનિ ધરપકડ કરવામાં આવેલ છે.
ભરૂચમાં આવેલ નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી.
તેમજ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કંટાળીને રેખાબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમે પહેલા આરોપી હસમુખભાઈ વાલજીભાઈ શિરવી (50) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી જયદીપભાઇ જગદીશભાઇ શિરવી જાતે પટેલ (27) રહે. રાધે હાઇટ્સ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
