મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો
મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ
SHARE







મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ
મોરબીની જનરલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ડો. પી.કે.દુધરેજીયા અને ડો.ધનસુખ અજાણા (ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર)ના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટનું આયોજન કરવામાં આવેલ હતું આ કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા, ડો. દિશા પાડલિયા, ડો. અંકિતા કે.કોટડીયા, ઉપસ્થિત રહેલ હતા અને તેના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કુલ ૬૫ લોકોને રાસન કીટ, બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફ્રૂટની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ રાશન કીટના દાતા, મોરબી સિરામિક પરિવાર તથા બાળકો માટે કીટ દાતા તરીકે પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) હતા.
