મોરબીમાં લોખંડના સળિયા ખરીદીને આપેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કૈદ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ
મોરબી તથા કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલ કુલ-૩૦ પશુ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ
SHARE
મોરબી તથા કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલ કુલ-૩૦ પશુ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ
મોરબી જીલ્લા અને કચ્છ જીલ્લામાં અલગ અલગ સ્થળેથી કુલ ૩૦ પશુની ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.માળિયા પોલીસ મથકમાં બે ભેંસ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે આ કામેની તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ રણજીતસિંહ ગઢવીને સીસીટીવી ફૂટેજમાં એક શંકાજનક બોલેરો કાર જીજે ૩૬ વી ૭૨૨૫ માં ભેંસ ભરીને નીકળતા નજરે પડતાં તેઓએ પોતાના મોબાઇલ ફોનમાં પોકેકોપથી આ કારના નંબર સર્ચ કરતા આ બોલેરો કાર વિજયભાઇ ગેલાભાઇ ભરવાડ રહે.ચુંપણી તા.હળવદના નામે રજીસ્ટર હોય બોલેરોની તપાસ ચલાવી હતી આ બોલેરો કાર વિજય ગેલાભાઈ ભરવાડ રહે.ચુંપણી તા.હળવદની હોવાનું ખુલતા ચુંપણી ગામે જઈને ત્યાં તપાસ કરતા કાર રાહુલ બાવાજીની વાડીએ હોવાની હકીકત મળી હતી અને ત્યાં તપસ કરતાં બોલેરો કાર તેમજ ૨ ભેંસ મળી આવતા મુદામાલ કબજે ઈને મળી આવેલા રાહુલ બાવાજીને પોલીસ મથકે લાવીને આગવી ઠબે તપાસ કરતા વધુ પશુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.હાલમાં પોલીસે રાહુલ અંબારામ માર્ગી બાવાજી (૧૯) રહે ચુંપણી હળવદ, હબીબ મુસા મોવર (૨૦) રહે.માળીયા અને તાજમહમદ ઈબ્રાહીમ મોવર (૩૦) રહે માળિયા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રૂ.૬ લાખની બોલેરો નંબર કાર જીજે ૩૬ વી ૭૨૨૫ તેમજ રૂ.૧.૪૦ લાખની ૨ ભેંસ જપ્ત કરેલ છે.આ ઉપરાંત ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા ભરવાડ રહે.ચુંપણી તા.હળવદ જી.મોરબી સંડોવાયેલો હોય તેની શોધખોળ ચાલુ છે.આ ઇસમોએ મોરબી જીલ્લાના માળિયા તાલુકાના અંજીયાસર, માળિયા નદી, કચ્છના ભચાઉ તાલુકાના કડિયાની સીમ, વર્ષામેડી, હળવદના ટીકર આસપાસના ગામો તેમજ ખાખરાળા અને બગસરા સહિતના સ્થળેથી ૩૦ પશુ ચોરી કર્યાની કબુલાત આપી હતી.હાલ માળિયા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.આ કામગીરી પીએસઆઈ એન એમ ગઢવી, રણજીતસિંહ ગઢવી, ફતેસંગ પરમાર, ઉપેન્દ્રસિંહ પરમાર, રાયમલભાઈ શિયાળ, વિજયભાઈ જાદવ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ગુન્હાની આપેલ કબુલાત
(1) આજથી આશરે બે મહિના પહેલા માળીયા તાલુકાના અજીયાસર ખારી વિસ્તારમાં જંગલમાં ચરતી ભેંસ નંગ-૦૫ તથા પાડો નંગ -૦૧ ની ચોરી કરેલ છે .
(2 ) બાદ આઠેક દિવસ પછી માળીયા નદીમાંથી ભેંસ નંગ-૦૧ તથા પાડો નંગ-૦૧ ની ચોરી કરેલ છે.
(3 ) બાદ છ-સાત દિવસ પછી કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયાની સીમ કટારીયા રોડ ઉપર વાડીમાં બાંધેલ ભેંસ નંગ-૦૩ ની ચોરી કરેલ જે બાબતે લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે. જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.
(4 ) બાદ ચાર-પાંચ દિવસ પછી વર્ષામેડી ગામના જંગલમાં ચરતી ભેંસ નંગ-૦૨ ની ચોરી કરેલ છે.
(5 ) બાદ બે-ત્રણ દિવસ પછી ટીકર ગામની આજુબાજુમાં પુલ પાસે રાત્રીના સમયે ઢોરનુ ધણ ચરતુ તેમાંથી ભેંસ નંગ-૦૩ ની ચોરી કરેલ છે.\
(6 ) બાદ ચાર-પાંચ દિવસ પછી કાળાઢોરા ગામના જંગલમાં ચરતી ભેંસ નંગ-૦૨ તથા પાડો નંગ-૦૧ ની ચોરી કરેલ છે.
(7 ) બાદ ત્રણ-ચાર દિવસ પછી ખાખરાળા ગામે એક રહેણાંક મકાનમાં બાંધેલ ભેંગ નંગ -૦૨ છોડી થોડે સુધી ચલાવી બોલેરોમાં ભરી ચોરી કરેલ છે.
( 8 ) આજથી પંદરેક દિવસ પહેલા બગસરા ગામે રોડ ઉપર બાંધેલ પાડો નંગ-૦૧ તથા પાડી નંગ-૦૧ છોડાવી બોલેરો કારમાં ભરી ચોરી કરેલ છે.
ગુન્હાની એમઓ. : પ્રથમ હબીબભાઇ મુસાભાઇ મોવર તથા તાજમહમદ ઇબ્રાહિમભાઇ મોવર મોટર સાયકલ લઇ રેકી કરી બાદ આ કામના પકડવાના બાકી આરોપી ગોપાલભાઇ ગેલાભાઇ ભરવાડ વાળાને ફોન કરી બોલાવતા આરોપી ગોપાલભાઇ ગેલાભાઇ ભરવાડ તથા રાહુલભાઇ અંબારામભાઇ બાવાજી બંને બોલેરો કાર લઇને આવી ચારેય આરોપીઓ ભેગા મળી ઢોરને મોકો જોઇ બોલેરોમાં ચડાવી ચોરી કરી લઇ જઇ અલગ - અલગ ગ્રાહકોને વેચાણથી આપી આર્થિક ફાયદો મેળવતા હતા.