મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો
SHARE
મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો
મોરબીના વીસીપરા વિસ્તારમાં દુકાન ધરાવતા વ્યક્તિએ બાકીમાં માવો આપવાની ના પડતા બંને ભાઈઓ ઉપર બે ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મનુભાઈ કાથરોટીયા (40) અને હસમુખભાઈ મનુભાઈ કાથરોટીયા (46) ઉપર તે વિસ્તારના રહેવાસી ગની મીંયાણા અને અભરામ મીંયાણા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી વિનોદભાઈ અને હસમુખભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાદમાં તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગની મીંયાણા અને અભરામ મીંયાણા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ઉધારમાં માવો લેવા માટે સામે વાળા દુકાને આવ્યા હતા.જેને ઉધારમાં માવો આપવાની ના પાડતા ઝઘડો કરીને છરી વડે પેટ અને સાથળના ભાગે ઇજા કરી હતી.! હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એંજલ સિરામિક પાસેથી બાઈક લઈને જઇ રહેલા માવજીભાઈ ધરમશીભાઈ (70) રહે. ઘુંટુ ને અકસ્માત બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાડીયા સોસાયટીમાં રહેતો મનોજ રમેશભાઈ ચાવડા નામનો 28 વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપરના બસ સ્ટેશન પાસે હતો ત્યાં તેને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.