ટંકારા-હળવદ તાલુકામાં રોંગ સાઈડમાં આવેલ બે વાહનોના લીધે જુદાજુદા બે અકસ્માત
માળીયા (મી)ના વેજલપર, વર્ષામેડી અને માળિયામાં જુગારની ત્રણ રેડ: છ શખ્સ પકડાયા, ત્રણ નાસી ગયા
SHARE
માળીયા (મી)ના વેજલપર, વર્ષામેડી અને માળિયામાં જુગારની ત્રણ રેડ: છ શખ્સ પકડાયા, ત્રણ નાસી ગયા
માળીયા મીયાણા તાલુકાના વેજલપર, વર્ષામેડી અને માળિયામાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે જોકે વેજલપર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે તકનો લાભ લઈને ત્રણ શખ્સ નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
માળીયા તાલુકાના વેજલપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસ દ્વારા સ્થળ ઉપરથી મનસુખભાઈ ચતુરભાઈ જિંજવાડીયા (32) અને અરવિંદભાઈ ઉર્ફે પીન્ટુ પ્રભુભાઈ સાતલપરા (33) રહે. બંને વેજલપર વાળાની રોકડા રૂપિયા 3,720 સાથે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપરથી અજયભાઈ દુર્લભજીભાઈ ગડેસીયા, પ્રદીપભાઈ મનહરભાઈ દેગામા અને યોગીભાઈ મયુરભાઈ ગોસ્વામી નાસી છૂટેલ હોય હાલમાં પાંચેય શખ્સો સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પકડવાના બાકી ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે
માળિયાના મેઇન ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સમીરભાઈ ઉમરભાઈ મોવર (21) રહે. માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 650 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારની ત્રીજી રેડ વર્ષામેડી ગામના ઝાપા પાસે કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા લતીફભાઈ રસુલભાઈ માણેક (24), યાસીનભાઈ હુસેનભાઇ મોવર (41) અને અનવરભાઈ હુસેનભાઇ ખોડ (35) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,230 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાનો ગુનો નોંધવામાં આવ્યો છે