મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા-હળવદ તાલુકામાં રોંગ સાઈડમાં આવેલ બે વાહનોના લીધે જુદાજુદા બે અકસ્માત


SHARE





























ટંકારા-હળવદ તાલુકામાં રોંગ સાઈડમાં આવેલ બે વાહનોના લીધે જુદાજુદા બે અકસ્માત

ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી જ રીતે હળવદના ટીકરમાં બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અને બે વ્યક્તિને સારવારમાં ખસેડાયા હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલ મંગલધામ સોસાયટી મારું કંસારા હોલની પાછળની શેરીમાં રહેતા સહદેવસિંહ ઘનશ્યામસિંહ જેઠવા (37)એ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગાડી નંબર જીજે 13 એએક્સ 2319 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ પોતાના વાળી ગાડી રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીની હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6754 ખાલી સાઈડમાં અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં એસટી બસમાં નુકસાન થયેલ છે અને આરોપીને પગમાં ઈજા થયેલ હતી આ બનાવ સંદર્ભે એસટી બસના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જયારે હળવદના ટીકર ગામની સીમમાં ઉમિયા બેકરી સામેથી ટિકરમાં રહેતા ડાયાભાઈ હીરાભાઈ સિંધવ (37) પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2720 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી બોલેરો ગાડી નંબર જીજે 2 વીવી 1841 રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીના ડબલ સવારી બાઈકને લેતા ફરિયાદીને તથા તેની સાથે ઉપર બેઠેલા અન્ય વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
















Latest News