મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ


SHARE









મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે મંગળવારે સવારે 10 વાગ્યાથી બંધ થયેલ છે અને હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી રોડનો એક ભાગ તૂટી ગયેલ છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તેના માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ અધિકારીઓને સૂચના આપેલ છે ત્યારે આ રોડ છેલ્લા 48 કલાકથી ભારે વાહનો માટે બંધ છે જો કે, આજે સવારથી નાના વાહનોની અવાર જવર એક સાઈડનો રસ્તો ચાલુ છે તેના ઉપરથી શરૂ કરવામાં આવેલ છે. અને જે બાજુનો રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવા માટે રોડ બંધ કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર મંગળવારે ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને મંગળવારે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને બુધવારે બપોરે 2:00 વાગ્યા સુધી પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતું. જો કે, રસ્તા ઉપર એક સાઈડથી નાના વાહનોને પસાર કરી શકાય તેમ હતું.

મોરબી કચ્છ હાઇવે લગભગ 48 કલાકથી ભારે વાહનો માટે બંધ રાખવામા આવેલ છે. અને લગભગ 32 કલાક જેટલા સમય સુધી મચ્છુ પાણીનો પ્રવાહ રોડ ઉપરથી પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર બુધવારે વિઝીટમાં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓને સાથે રાખીને પહેલા પોતાની ગાડી ત્યાંથી પસાર કરી હતી

અત્રે ઉલેખનીય છેકે, જે રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં સમય લાગે તેવી શ્ક્યતા છે જેથી કરીને આ રોડ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું પણ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. અને ગઇકાલે મંત્રીએ તેની ગાડી ત્યાંથી પસાર કરી ત્યાર બાદ મંત્રી દ્વારા અધિકારીઓને આ રોડ ઝડપથી શરૂ કરવા માટેની સૂચના આપેલ હતી જેથી હાલમાં નાના વાહનો જેવા કે બાઇક, કાર, ટ્રેક્ટર રિક્ષા વિગેરે જેવા વાહનોની ધીમીધારે નેશનલ હાઇવે રોડ ઉપર અવાર જવર શરૂ કરવામાં આવેલ છે જો કે, ભારે વાહનો માટે હજુ પણ રોડ બંધ જ છે




Latest News