મોરબી જીલ્લામાં વરસાદ બંધ થતાં જ રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજમાં જાહેરમાં જુગાર રમવામાં આવતો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફએ રેડ કરી હતી.ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તાપ્રેમઓ પકડાતા તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન.એ.વસાવા તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન સ્ટાફના કમલેશભાઇ ગોવિંદભાઇને ખાનગીરાહે બાતમી મળી હતી કે ઉમા વિલેજ (મહેંદ્રનગર) ના ખુલ્લા પટ્ટમાં જાહેરમા પાંચ ઇસમો ગંજીપતા વડે જુગાર રમે છે. તેથી ત્યા પોંહચીને પોલીસ સ્ટાફએ રેડ કરતા જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી રોકડા રૂ.૩૨,૭૦૦ સાથે જુગાર રમી રહેલા કૌશીકભાઇ નયનભાઇ ધાનાણી જાતે ગુર્જર (ઉ.વ .૨૮) રહે.ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી, ચેતનભાઇ ભગવાનજીભાઇ પરમાર જાતે કડીયા (ઉ.વ.૩૦) રહે.તક્ષશીલા સ્કુલની બાજુમા પીપરવાડી મહેંદ્રનગર, વિરલભાઇ રમેશભાઇ વ્યાસ જાતે બ્રામણ (ઉ.વ.૩૦) રહે.ઉમા વિલેજ મહેંદ્રનગર, રમીનગીરી ઉમેદગીરી બાવાજી (ઉ.વ.૨૮) રહે.ઉમા વિલેજ મહેંદ્રનગર અને અશોકસાઇ જેસાભાઇ વાઢેર જાતે રજપુત (ઉં.વ.૩૦) રહે.સતગુરૂ સોસાયટી ડી-માર્ટની બાજુમા રાજકોટ ને પકડી પાડીને જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડની કામગીરી ભગવાનભાઇ રામજીભાઇ, ભરતભાઇ ઘેલાભાઇ, ભરતભાઇ આપાભાઇ, રાજશાભાઇ નરાંગભાઇ, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, બ્રિજેશભાઇ જંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિહ, કમલેશકુમાર ગોવિંદભાઇ, યોગેશદાન, શક્તિસિહ કિશોરસિહએ કરી હતી.
વૃદ્ધનું હાર્ટ એટેકના લીધે મોત
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ખીમજીભાઈ પનારા નામના 68 વર્ષીય વૃદ્ધ તા.૨૯ ના મોડી રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરે ઢળી પડ્યા હતા.જેથી તેઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના લીધે તેઓનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા અનસોયાબેન રતિલાલ કાલરીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ નજીકથી જતા હતા ત્યાં પાવર હાઉસ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા અનસોયાબેનને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.
તેમજ મોરબી તાલુકાના આદરણા ગામના રહેવાસી બેલાબેન હમીરભાઈ બાંભવા નામના ૬૭ વર્ષના વૃદ્ધા ગત તા.૨૮ ના બપોરના ત્રણેક વાગ્યાંના અરસામાં બાઈકના પાછળના ભાગે બેસીને બહાર જવા માટે નીકળ્યા હતા.ત્યારે આદરણા ગામે આવેલા ગેલ માતાજીના મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા પામતા તેમને ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવા આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તપાસ કરવામાં આવી હતી.
