હળવદના ટીકર ગામે કોળીવાસમાં જુગારની રેડ: નવ શખ્સ 78,400 ની રોકડ સાથે પકડાયા
મચ્છુના પાણી માળીયા (મી) શહેરમાં પાંચ ફૂટ ભરાઈ જતાં આખું શહેર પાણી પાણી: ઘર વખરી, સરકરી ઓફિસોમાં મોટું નુકશાન
SHARE








મચ્છુના પાણી માળીયા (મી) શહેરમાં પાંચ ફૂટ ભરાઈ જતાં આખું શહેર પાણી પાણી: ઘર વખરી, સરકરી ઓફિસોમાં મોટું નુકશાન
મોરબી જિલ્લાના માળીયા શહેરી વિસ્તારની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે સમગ્ર માળીયા શહેરની અંદર અંદાજે પાંચ ફૂટ કરતા વધુ પાણી લોકોના ઘર, દુકાન અને સરકારી ઓફિસોમાં ઘૂસી ગયું હતું જેથી કરીને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે.
સોમવારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને ખાસ કરીને મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઓવરફલો થયા હતા અને તેનું પાણી ડેમની સલામતી માટે મચ્છુ નદીમાં છોડવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને સોમવારે રાત્રે 8:00 વાગ્યાથી મચ્છુ ડેમના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી અને મંગળવારે સવારે 9:00 વાગ્યે મચ્છુના પાણી માળીયા શહેરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં સમગ્ર માળીયા શહેર પાણી પાણી થઈ ગયું હતું. આટલું જ નહીં લગભગ 24 કલાક કરતા વધુ સમય સુધી લોકોના ઘર, દુકાન અને સરકારી ઓફિસોની અંદર પાંચ ફૂટ કરતાં વધુ પાણી ભરાયેલું રહ્યું હતું.
જેથી કરીને લોકોના ઘરમાં રાખવામાં આવેલ તેની ઘરવખરી, ખાદ્ય સામગ્રી સહિતનો માલ સામાન ખરાબ થઈ ગયેલ છે તે ઉપરાંત દુકાનોમાં રાખવામાં આવેલ માલસામગ્રી અને સરકારી ઓફિસોમાં રાખવામાં આવેલ ફાઈલો સહિતના જરૂરી દસ્તાવેજો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાં પણ નુકસાની થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે માળિયામાં હાલમાં પૂરના પાણી મોટાભાગે ઓસરી ગયા છે પરંતુ હજુ પણ કેટલાક લોકોના ઘરમાં મચ્છુના પાણી ભરાયેલા હોય તેવું જોવા મળે છે અને ત્યારે માળીયા મિયાણા પાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ જણાવ્યુ હતું કે, હવે માળિયા શહેરી વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઝુંબેશ અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તેના માટેની વ્યવસ્થા ઉપર નગરપાલિકા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
માળીયા મિયાણામાં રહેતા સરમામદભાઈ જેડા અને રઈસમા ઇમારનભાઈ માઉલ સાથે વાત કરતાં આ અસરગ્રસ્ત લોકોએ જણાવ્યુ હતું કે પાણી આવ્યું ત્યારે અમે અમારો જીવ બચાવવા માટે અમારા ઘર અને તમામ સમાન છોડીને ઊંચી જગ્યાએ જતાં રહ્યા હતા અને 24 કલાક સુધી ત્યાં ખાધા પીધા વગરના બેઠા હતા ત્યારે કોઈ અમને પૂછવા પણ આવેલ નથી અને હવે મચ્છુના પાણી માળીયામાંથી ઓસરવા લાગ્યા છે ત્યારે અમે અમારા ઘરે આવીને જોયું તો તેમાં ઘણું બધુ મચ્છુના પાણીમાં તણાઇ ગયેલ છે અને જે માલ સમાન ઘરમાં છે તેમાં ઘર વખરી અને અન્ય સમાન પણ હવે ઉપયોગમાં લઈએ શકાય તેવી સ્થિતિમાં નથી.

